Aanand Gujarati Suvichar Images ( આનંદ ગુજરાતી સુવિચાર ઇમેજેસ )

Tamari Pase Je Thodu Chhe Tenathi Khush RahoDownload Image
તમારી પાસે જે થોડું છે તેનાથી ખુશ રહો.
એવા લોકો પણ છે જેમની પાસે કંઇ ન હોવા છતાં હંસી શકે છે.

દરેક નાનું સ્મિત કોઈના હૃદયને સ્પર્શી શકે છે. કોઈ પણ વ્યક્તિ ખુશ થઈ જન્મ લેતું નથી, પરંતુ આપણે બધાએ ખુશી ઉત્પન્ન કરવાની ક્ષમતા સાથે જન્મ લીધો છે.

જેટલો ઓછો વિચાર કરશો, તેટલાં જ આનંદમાં રહેશો.

જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ
જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી

આનંદ એ દૈવી ઔશધ છે કે દરેકે તેમાં સ્નાન કરવું જોઈએ.

સુખ અને આનંદમાં ભેદ છે.
ધન દોલતથી જે મળે તે સુખ છે,
સંતોષથી જે મળે તે આનંદ છે,
સુખી વ્યક્તિ આનંદમાં ના હોય એવું બને પણ આનંદી વ્યક્તિ સુખી હોય છે.

જીવનમાં જે મળ્યું હોય તે ગમે તેને આનંદ કહેવાય,
અને જે ગમતું મળે તેને સુખ કહેવાય.

બીજાની સહાય મેળવવાની આશાના આનંદમાં
ઉધમનો ત્યાગ કદી ન કરવો.
વાદળાંને આવતાં જોઈને કોઈ માણસ
પોતાનો ધડો ફોડી નાંખતો નથી.

આનંદ એક અમૃત છે,
પણ તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ.
તેને દુખના વલણોમાંથી જ પામી શકાય છે.

કેટલાક !
જ્યાં જાય છે ત્યાં આનંદ – આનંદ ફેલાય જાય છે,
અને
કેટલાક !
જ્યારે જાય છે ત્યારે આનંદ – આનંદ ફેલાય જાય છે.

આનંદ એવી ચીજ છે જે તમારી પાસે હોવા છતાં
તમો બીજાને આપો તેમાં વધારે આનંદ આવે છે.

જે છે તેનો આનંદ લેવો હોય તો
જે નથી તેની ચિંતા છોડી દો.

Leave a comment