Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
સાગર ના મોતી શોધવા સહેલા છે પણ માનવી ના મન સમજવા અધરા છે.
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ,
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ,
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ.
સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે…
બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો….
પેઢીઓ લાગે છે.
આભથી ઉંચે ઉડવાના વિચાર વ્યર્થ છે,
જ્યાં સુંધી આચાર સુધી પંખ ન પોહંચે…
દુ:ખી માણસની મદદ માટે લંબાવેલો એક હાથ, પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ થી વધારે ઉપયોગી છે.
હ્રદય પર જો પ્રભુનું આસન હોય અને
મન પર જો પ્રભુનું શાસન હોય
તેનું જીવન હંમેશા વૃંદાવન હોય
મૈત્રી હંમેશાં સરખા સ્વભાવ અને
સરખા સુખ-દુ:ખ વાળાઓની સાથે જ થાય છે.
મૈત્રી એ તો ઈશ્વરે માનવીને દીધેલી શ્રેષ્ઠતમ બક્ષીસ છે.
ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે….
શહેરમાં રહેનારની નજર વિદેશ તરફ છે…
વિદેશમાં જનારની નજર વિશ્વ તરફ છે…
આ બધાય દુ:ખી છે પણ
જેની નજર પોતાના આત્મા તરફ છે
એ સૌથી વધુ સુખી છે.
કોઈ ના દુઃખ ના ભાગીદાર ના બનો તો કઈ નહી પણ કોઇ ના સુખ ની બળતરા તો ના જ કરતા.
જિંદગી માં એક – બીજા ને
સમજવાનો પ્રયત્ન કરજો….
પારખવાનો નહી…..
હૃદયના દરવાજા ત્યાં જ ખુલે છે….જયાં
લાગણીઓ સ્વાગતમાં ઉભી હોય છે….
કોઈને હરાવવું એ તો તદ્દન સરળ છે,
પરંતુ તમે કોઈને
દિલ થી જીતી બતાવો
તે મહત્વનું છે.
Tag: Smita Haldankar