Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
ફૂલો ની કોમળતા,
ચંદન ની સુગંધ,
ચાંદની ની શિતલતા
સૂર્યનું તેજ તારી મૈત્રી.
સમય ની સાથે તો બધા ભાઈબંધી કરે વાલા મઝા તો ત્યારે આવે જયારે સમય બદલાય પણ ભાઈબંધ ના બદલાય.
જીવન ના દરેક વળાંક પર યાદ આવ્યા કરશે,
સાથે નહિ હશુ તો પણ સુગંધ ફેલાતી
રહેશે,
કેટલું પણ દૂર જશુ પણ મૈત્રી નો આ નાતો,
આજે છે તેમજ કાલે રહેશે.
મૈત્રી કરો તો પાણી ની જેમ નિર્મળ કરો.
દૂર સુધી જઈ ને પણ ક્ષણે ક્ષણે
યાદ આવે એવી કરો !!!!
સાચો મિત્ર એ છે કે જે મોઢા પર કડવી વાત કહે પણ પાછળથી હંમેશા વખાણ કરે.
મિત્રતા ધીરજથી કરો
પરંતુ કર્યા પછી અચલ અને દ્રઢ બનીને નિભાવો.
મિત્રતા એવો છોડ છે
જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સીંચવો પડે છે.
મૈત્રી એ તો ઈશ્વરે માનવીને દીધેલી શ્રેષ્ઠતમ બક્ષીસ છે.
મૈત્રી હંમેશાં સરખા સ્વભાવ અને
સરખા સુખ-દુ:ખ વાળાઓની સાથે જ થાય છે.
તમારો કોઈ મિત્ર ભૂલ કરે તો એને ટેકો આપજો,
પણ એટલું યાદ રાખજો કે તમારો ટેકો માત્ર
મિત્રને જહોવો જોઈએ, એની ભૂલને નહીં.
મુશળધાર વરસાદમાં તમારા આંસુને ઓળખી લે તે મિત્ર.
તમારી આંખમાંથી પડતાં આંસું ઝીલી લે તે મિત્ર.
મિત્ર એટલે જેની પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો.
મિત્રો ને આઈ લવ યુ કહેવાની જરૂર નથી…
કારણકે પ્રેમ હોય તોજ આપણી મિત્રતા તેની સાથે હોય છેને..!! 🙂
આપણી સફળતા જોઈને આપણા કરતાં વધુ ખુશ થાય તે મિત્ર.
મિત્ર એક એવું ગુલાબ છે તે તમારા જીવનને પોતાની સુગંધી ભરી દે છે.
મારા ધડકતા હ્રદયમાં
મિત્રોનો વાસ છે,
જયાં સુધી શ્વાસ છે
ત્યાંસુધીનો વિશ્વાસ છે;
નચિંત બનીને રહું છું ઈશ્વર
હું તારી દુનિયામાં,
તારા રૂપમાં મિત્રો મારી આસપાસ છે.
જીવનમાં આપણે ક્યારેય મિત્રો ગુમાવતા નથી, આપણે ફક્ત શીખીએ છીએ કે આપણા સાચા કોણ છે.
વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી…!!!
મૈત્રી હોય ત્યાં કરાર ન હોય
કરાર હોય ત્યાં યાર ન હોય
આંખો બોલે ને મન સાંભળે
ત્યાં લખાણ ના વ્યવહાર ન હોય
True Caller થી contact નંબર કદાચ તું શોધી શકીશ..
કોફી પી ને વાત કરવા તો રૂબરૂ આવવું પડશે..
Google Map માં Location મારું જોઈ શકીશ..
પણ ખંભે રાખવા હાથ, Time કાઢી આવવું પડશે..
Instagram પર સ્ટોરી મારી રોજ રોજ જોઈ શકીશ..
લાગણી જોવા તો મારી સામે જ આવવું પડશે…
What’s App પર Emojis થી હસી રડી શકીશ..
પણ આંસુ લુછવા તો રૂમાલ લઈ આવવું પડશે..
Facebook માં ફોટો ને Like comment કરી શકીશ..
પણ પીઠ મારી થાબડવા તો પાસે આવવું પડશે..
Zoom પર કલાકો સુધી Video call કરી શકીશ,
પણ ગળે મળવા તો દોસ્ત રૂબરૂ જ આવવું પડશે…
નાની વાતે પણ ખોટુ લગાડી જાય…
એ દોસ્ત હોય છે…
જે વગર વાંકે ધમકાવી જાય…
એ દોસ્ત હોય છે…
આંખોથી બધુ સમજાવી જાય…
એ દોસ્ત હોય છે…
જે એના લેટરો પણ વંચાવી જાય…
એ દોસ્ત હોય છે…
જે વગર બોલાવે આવી જાય..
એ દોસ્ત હોય છે…
જે તમારી મયૉદા નિભાવી જાય…
એ દોસ્ત હોય છે…
તમારુ દુ:ખ જેને રડાવી જાય…
એ દોસ્ત હોય છે…
ગાળ દઇ દોસ્તી જતાવી જાય…
એ દોસ્ત હોય છે…
સોરી કહયા વિના પણ મનાવી જાય…
એ દોસ્ત હોય છે…
જેનો વિશ્ર્વાસ તમને ટકાવી જાય….
એ દોસ્ત હોય છે… 🙂