Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાયી જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે. ॥
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે. ॥૧॥
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે. ॥૨॥
મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે. ॥૩॥
વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે. ॥૪॥
ગાંધી જયંતી ની શુભ કામના..!
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar