Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
કર્યા વગર કઈ મળતું નથી.
કરેલું ફોગટ જતું નથી.
કામ કરવાની શક્તિ
તારામાં છે,
કામ કરતો જા,
હાક મારતો જા.
મદદ તૈયાર છે.
મફતનું લઈશ નહિ,
નિરાશ થઈશ નહિ.
લઘુ ગ્રંથી બાંધીશ નહિ.
જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે.
દીવડા ને ક્યાં કોઈ સ્વાર્થ હોય છે એના તો બસ જગમગાટ હોય છે.
પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી.
મને જે નથી મળી શક્યું, તેના પર શોક કરવાને બદલે, જે કંઈ મળ્યું છે તે માટે મારે આભારી રહેવું જોઈએ. વિશ્વને વધુ સારું, વધુ સુંદર બનાવવા માટે યોગદાન કરવાની તક જ્યારે પણ મને મળે, તે તક મારે ગુમાવવી જોઈએ નહીં.
ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતા નું પહેલું રહસ્ય છે.
જો તમે જીવનમાં સફળતા મેળવવા માગતા હોવ તો
ધીરજને પોતાનો પરમ મિત્ર,
અનુભવને પોતાનો બુદ્ધિમાન સલાહકાર,
સાવધાનીને પોતાનો મોટો ભાઈ
અને આશા ને પોતાનો સંરક્ષક બનાવી લો.
દરેક મુશ્કેલી થી લડતા શીખ
આસું ઓન પીઇ ને હસતા શીખ
રાખ ઉમંગ મંઝિલ ને પામવાની
આ દુનિયા તકલીફ નો સાગર છે
તેમા ડુબીને બહાર નીકળતા શીખ.
કંઈ જ નથી મળતું જગતમાં મહેનત વગર
મારો પોતાનો છાંયડો પણ તો
મને તડકામાં આવ્યા પછી મળ્યો.
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો
તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
Tag: Smita Haldankar