Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
हेप्पी शरद पूर्णिमा
Beaurtiful Gujarati song on Sharad Poonam
એ…એ…એ…એ…એ…એ…એ…એ…
શરદ પૂનમ ની રાતડી જ રે
અને ચાંદો ઉગ્યો છે આકાશ
અરે…એ પણ સરખે સરખી સાહેલડી…
અરે મળી રમવા કારણ ઈ રાસ
હો…હો….પૂનમની પ્યારી પ્યારી રાત (૨) હો રાત.
હો…હો…પૂનમની પ્યારી પ્યારી રાત,
મારી પ્રિતમસા થઇ છે મુલાકાત, આજ તું ના જતી
ના જાતી….ના જાતી
હો…પૂનમની પ્યારી પ્યારી રાત આજ તું ના જતી
ચમકે છે નભમાં જેટલા તારા, જેટલા તારા હો
હો…ચમકે છે નભમાં જેટલા તારા,
સપના છે એટલા મનમાં, હો…સપના છે એટલા મનમાં
આજની આ પૂનમ છે જેવી રૂપાળી , જેવી રૂપાળી હો.
હો…હો…. આજની આ પૂનમ છે જેવી રૂપાળી,
એવુંજ રૂપ મારા તનમાં , હો….એવુંજ રૂપ મારા તનમાં
જોજે થાયે ને આજે પ્રભાત,
મારી પ્રીતમના થઇ છે મુલાકાત, આજ તું ના જતી
ના જાતી … ના જાતી.
હો…પૂનમની પ્યારી પ્યારી રાત આજ તું ના જતી.
જાગી છે પ્રીત મારી જન્મો જનમ ની, જન્મો જનમ ની હો.
હો…હો….જાગી છે પ્રીત મારી જન્મો જનમ ની
રમશું રે રાત ભર રંગ માં,
હો…હો…રમશું રે રાત ભર રંગ માં.
જાઓ જાઓ સખીઓ થાશે રે મોડું, થાશે રે મોડું હો
હો…જાઓ જાઓ સખીઓ થાશે રે મોડું,
સાજન છે કોઈ ના સંગમા, હો…. સાજન છે કોઈ ના સંગમા.
મને કરવા દ્યો ને થોડી વાર,
મારી પ્રિતમસા થઇ છે મુલાકાત, આજ તું ના જતી,
ના જાતી … ના જાતી,
હો…પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી
હો…હો…પૂનમની પ્યારી પ્યારી રાત
મારી પ્રિતમસા થઇ છે મુલાકાત આજ તું ના જતી.
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar