Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
ઈશ્વર આપણા હાથ ભરેલા છે કે નહીં તે નથી જોતો, પરંતુ એ ચોખ્ખાં છે કે નહીં એ જુએ છે.
ઈશ્વરનાં ચુકાદા સર્વથા સાચા અને ન્યાયપૂર્ણ જ હોય છે.
વર્તમાનમાં જીવો. સહજ અને સારી રીતે જીવો. તેને ઈશ્વરની ઉત્તમ ભેટ સમજી જીવો. આવું જીવન છે યોગ.
પ્રત્યેક પ્રાણીમાં પ્રભુ વસે છે એટલે કોઈનેય કટુ વચન કહેવાય નહી.
આ સંસારમાં કોઈ વસ્તુ ખરાબ નથી. જો અહીં શેતાન વસે છે તો ઈશ્વર પણ સાથે જ વસે છે.
જ્યાં સુધી કામિની અને કંચનનો મોહ છૂટતો નથી
ત્યાં સુધી ઈશ્વરનાં દર્શન થઈ શકતાં નથી.
ઈશ્વર તમારે પક્ષે છે કે નહી એ ચિંતા છોડી
તમે ઈશ્વરને પક્ષે છો કે કેમ તેની ચિંતા કરો.
ઈશ્વર એટલે એક એવું વર્તુળ, જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે. પણ જેનો પરિઘ ક્યાય હોતો નથી.
નાસ્તિકને મન ઈશ્વર શૂન્ય છે, આસ્તિકને મન ઈશ્વર પૂર્ણવિરામ છે.
ઈશ્વર નિરાકાર છે પણ તેના ગુણ-કર્મ-સ્વભાવ અનંત છે.
ઈશ્વર એક જ છે, ભક્તો જુદી જુદી રીતે તેને વર્ણવે છે.
ઈશ્વરની કૃપા વગર મનુષ્યમાત્ર પ્રયત્નથી કઈ પણ મેળવી શકતો નથી
જે પ્રભુની કૃપામાં સાચેસાચ વિશ્વાસ મુકે છે, તેને માટે એ કૃપા અનંત વહેતી રહે છે
પરમાત્મા હમેશા દયાળુ છે. જે શુદ્ધ અંતઃકારણ થી તેની મદદ માંગે છે તેને તે અવશ્ય આપે છે.
પરમાત્માની શક્તિ અમર્યાદ છે.
માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે.
ઈશ્વરનું સ્મરણ સર્વ રોગોની એક માત્ર મહાન દવા છે.
પ્રભુને સમજવા હોય તો પોતાના બધા જ પૂર્વગ્રહો અને પસંદગીઓ બાજુમાં મૂકી દેવા જોઈએ.
Tag: Smita Haldankar