Matrubhasha Gujarati No Mane Garv Chhe

Gujarati SuvicharDownload Image
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને #ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

-ઉમાશંકર જોષી

#માતૃભાષા દિવસ ની શુભેચ્છાઓ

This picture was submitted by Smita Haldankar.

Leave a comment