Padtar Divas Wishes In Gujarati

પડતર દીવસ ગુજરાતી શુભકામના ઈમેજેસ

Padtar Divas Wishes In GujaratiDownload Image
કેટલું થાક્યું હશે વર્ષ આ આખું,
અંતે એણે પણ માંગ્યો વિસામો થોડો,
ને કેવું હશે એ નવું વર્ષ ?
જેણે શરૂ થવામાં પણ માંગ્યો સમય 24 કલાક નો…✨
પડતર દીવસની શુભેચ્છાઓ

Happy Padtar Divas Wish In GujaratiDownload Image
હેપ્પી પડતર દીવસ
દિવાળી અને નવા વર્ષ વચ્ચેનો પડતર દિવસ તમારાં જીવનમાંથી
બધાં નડતર દૂર કરે એવી અંતરમનથી પ્રભુ પાસે પ્રાર્થના.

આજનો દિવસ હું છું…
ભલે લોકો કહેતાં પડતર દિવસ…!
હું ભૂતકાળ અને ભવિષ્યકાળની વચ્ચે જીવી લેવા જેવો વર્તમાનકાળ છું,
મેં દીવાળી અને નૂતન વર્ષને રોકી દીધાં છે,
દીવાળી ગામની ભાગોળે છે અને બેસતું વરસ સીમાડે રાહ જુવે છે…!
હું આજ બનીને બન્નેની વચ્ચોવચ ઊભો છું,
હું વિદાય અને સત્કાર બન્નેને જોઈ રહ્યો છું,
આવો જૂનાને ભૂલી જાઓ અને નવાને પણ એનાં સમયે આવવા દો,
આજે તો મન ભરીને મને ‘પડતર દિવસને’ માણી લો…!
વિક્રમ સંવત ૨૦૭૯ અને ૨૦૮૦ ને મેં જે જેમ છે તેમ રોકી લીધાં છે…! હું આજે આપ સૌને જતાં અને આવતાં એમ બન્ને વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યો છું,
સૌને સૌના ‘ખાલીપા’ ને ભરી દેવાની ભાવના સહ…
શુભેચ્છા વર્તમાન કાળ…!

One Comment on “Padtar Divas Wishes In Gujarati”

Ebco Gopal says:

Jay shree Krishna 🙏

Leave a comment