Prem Gujarati Suvichar Images ( પ્રેમ ગુજરાતી સુવિચાર ઇમેજેસ )

Gujarati SuvicharDownload Image

જીવનમાં લાખો દુ:ખ પડે તોય મુખને હસાવજો,
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તોય ઠોકર મારી ઠુકરવજો,
પણ કોઈ સાચો પ્રેમ કરે તો જીંદગીભર નિભાવજો.

માન હોય એના પ્રત્યે પ્રેમ હોવો જરૂરી નથી…
પરંતુ જો..‌
પ્રેમ હોય…એના પ્રત્યે માન હોવુ ખુબ જરૂરી છે.

સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના હોત,
તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ના હોત !!

ભલેના સમજે કોઈ તારી ને મારી વેદના, ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!

પ્રેમ એટલે પહેલી મુલાકાતથી લઈને, પાનેતરમાં જોવા સુધીની સફર !!

પ્રેમ આપવો એ ફરજ છે..
પ્રેમ પામવ એ કળા છે..
તમે જેને પ્રેમ કરો છો તેની સાથે હોવુ એ નસીબ છે..
પણ તમને જે પ્રેમ કરે છે તેની સાથે હોવુ એ જિંદગી છે..❤

પ્રેમ એક અનેરો અહેસાસ છે
જીવન નો આધાર છે
બે દિલો વચ્ચે નો વિશ્વાસ છે
હું શા માટે પ્રેમ ના કરું
કે જેમાં પ્રભુ નો વાસ છે.❤

જે મળે તેને ચાહવુ એ સમજૂતી છે,
જેને ચાહો તેને મેળવવુ એ સફળતા છે,
પણ જયારે ખબર હોય કે જે નથી જ
મળવાનુ,
છતા તેને ચાહો તો તે
તમારો “સાચો પ્રેમ” છે.

કાયમ સાથે રહેવાથી, પ્રેમ નથી વધતો..
થોડા દુર રહેવાથી, પ્રેમ નથી ઘટતો..
પ્રેમ તો માણસના, આત્મા માં વસે છે..
જે મોત ની સાથે, પણ નથી મરતો.❤

એક બાજી ના બે રમનારા કોઇ જીતે
તો કોઇ હારે…
પણ પ્રેમ ની બાજી તો સહુ
થી ન્યારી.. ..
કા તો બન્ને જીતે કા તો બન્ને
હારે……

પ્રેમની આત્મા દ્વારા અનુભૂતિ થતી હોય છે, શબ્દોથી નહીં.❤

પ્રેમ પૂનમની દિવ્ય ચાંદની જેવો છે, તેમ પ્રેમ બળબળતા ઉનાળાની મધ્યાહનના ધોમ તડકા જેવો પણ છે.

એકબીજાને જોયા કરવામાં નહીં,પણ એક જ દિશામાં જોવાની દ્રષ્ટી એટલે પ્રેમ.

પ્રેમ કરનાર સંપૂર્ણ જ હોય એ જરૂરી નથી,પણ એ માનવતાથી પૂર્ણ હોય એ પૂરતું છે.

પ્રેમ કરવો એ કળા છે પરંતુ નિભાવવો એ સાધના છે.

માનવતાનું બીજું નામ પ્રેમ છે. પ્રાણીમાત્ર સાથે પ્રેમ કરવામાં જ સાચી માનવતા છે.

પ્રેમ અતિશય મંદ સુવાસ પ્રસરાવતું એક સુંદરમાં સુંદર પુષ્પ છે.

Leave a comment