Shubh Savar Jai Jalaram

Shubh Savar JalaramDownload Image
શુભ સવાર જય જલારામ બાપા
જગમાં મોટું નામ છે, જોગી જલારામ છે.

જોગી જલારામ છે, વીરબાઈ ના શામ છે.
વીરબાઈ ના શામ છે, ઠરવાનુ ઠામ છે.
ઠરવાનુ ઠામ છે ને વીરપુર ગામ છે.
જગમાં મોટું નામ છે, જોગી જલારામ છે.
જોગી જલારામ છે, વીરબાઈ ના શામ છે.

વીરપુર ગામ છે, બાપાનું ધામ છે.
બાપાનું ધામ છે જ્યાં અન્નનું રે દાન છે.
અન્નનું રે દાન છે ને રામ ગુણગાન છે.
હે રામ ગુણગાન છે આનંદ આઠોજામ છે.
જગમાં મોટું નામ છે, જોગી જલારામ છે.

આનંદ આઠોજામ છે બાપા પૂરણ કામ છે.
હે પ્રગટ પૂરણ કામ છે ને રૂદીયાના રામ છે.
રૂદીયાના રામ છે જોગી જલારામ છે.
હે જોગી જલિયાણ છે, ભોળાના ભગવાન છે
જગમાં મોટું નામ છે, જોગી જલારામ છે.

રાજે જલારામ છે ને વીરબાઈના શામ છે.
હૈયાની હામ છે ને શ્રદ્ધા નું ધામ છે.
શ્રદ્ધા નું ધામ છે ને પ્રગટ જલારામ છે.
પ્રગટ જલારામ છે ને અંતરના આરામ છે.
જગમાં મોટું નામ છે, જોગી જલારામ છે.

બાપા સુખધામ છે, પૂરણ કામ છે.
અંતરના આરામ છે, રૂદીયાના રામ છે.
બાપા મહાન છે, ભક્તોના ભગવાન છે.
એ ભક્તોના ભગવાન છે, પ્રણામ છે પ્રણામ છે
જગમાં મોટું નામ છે, જોગી જલારામ છે.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment