મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દિલ,
જીંદગીમાં આવે ખુશીયોની બહાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
********મકરસંક્રાંતિ ની શુભકામના*******
ફીરકી પકડનારી છોકરીઓ તો ઘણી મળી જશે,
મારે તો એવી છોકરી જોઈએ જે
દોરીમાં પડેલી ગુંચને ઉકેલી આપે.
********મકરસંક્રાંતિ ની શુભકામના*******
ઉડી ઉડી રે પતંગ મારી ઉડી રે,
ચાલી વાદળોને સંગ
લઈને મારા ઉમંગ,
આ તો પ્રિયતમાને ગામ ચાલી રે.
********મકરસંક્રાંતિ ની શુભકામના*******
સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે,
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
********મકરસંક્રાંતિ ની શુભકામના*******
આતો દુનિયાની રસમ એને નડે છે,
બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
એટલે ઘણા હાથમાં એ ચગે છે.
********મકરસંક્રાંતિ ની શુભકામના*******
મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ
મકાઈની રોટલી, સરસવનો સાગ
દિલની ખુશી મિત્રોનો પ્યાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર
********મકરસંક્રાંતિ ની શુભકામના*******
તનમાં મસ્તી મનમાં ઉમંગ
મિત્રો સાથે મળી ચગાવીએ પતંગ
આકશમાં ભરી દઈએ પ્રેમનો રંગ.
********મકરસંક્રાંતિ ની શુભકામના*******
શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ,
ખુશી તમે આપજો હસીને હું બતાવીશ,
રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ,
કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ.
********મકરસંક્રાંતિ ની શુભકામના*******
વિચારું કે કોઈ અંગત સાથે વાત કરું,
આપનું કોઈ ખાસ ને યાદ કરું
કર્યો વિચાર, સંક્રાંતિ ની શુભ કામના આપવા માટે
હૈયા એ કીધું કે આપના થી જ શરૂઆત કરું
********મકરસંક્રાંતિ ની શુભકામના*******
પીંછા વિના મોર ના શોભે,
મોતી વિના હાર ના શોભે,
તલવાર વિના વીર ના શોભે,
માટે તો હું કહું છું કે…
દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.
********મકરસંક્રાંતિ ની શુભકામના*******